Latest News & Updates

 

SPIPA : Online Application for UPSC Civil Services Exam 2013 Training

SPIPA - Sardar Patel Institute of Public Administration

Online Application Notification  for UPSC Civil Services Exam 2013 Training 
(IAS, IPS, IFS etc)


Application Duration : 03/06/2013 to 16/06/2013, 11.59pm

Toll Free Helpline : 1800 233 5500

Seats : 
General : 48
SC : 16
ST : 16
SEBC : 16
PH : 04
Total : 100

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 3/6/2013 અને વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 2 નું પરિણામ 10/6/2013 ના રોજ જાહેર થશે .

North Guj uni S.Y.B.A result declare

North Guj.uni S.Y.B.A Result declare
Fore result click here

HNGU ADMISSION ADVT.


info by Edu Corner

કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે..

રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીને ગ્રાહ્ય રાખીને છઠ્ઠા પગારપંચના અમલ વખતે કરેલ નિર્ણય અનુસાર પાંચમો અને અંતિમ 20 ટકાનું પગાર વધારો રોકડમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા આ અંગે છેલ્લા કેટલાક દિવસથી માંગણી કરીને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 2006માં જ્યારે રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો અમલકર્યો ત્યારે તફાવતની રકમને પાંચ ભાગમાં વહેંચીને 20-20 ટકા પ્રમાણે રકમ જે તે કર્મચારીના પીએફમાં જમા કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કર્મચારીઓની એવી માંગણી હતી કે તફાવતની આ રકમ રોકડમાં આપવી જોઇએ. કર્મચારીઓની માંગણીને સરકારે સંતોષવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કરેલા એક નિર્ણય અનુસાર હવે આ તફાવતનીરકમનો પાંચમો અને છેલ્લા 20 ટકાના હપ્તાની રકમ રોકડમાં ચુકવાશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને મળીને અંદાજે 8 લાખ કર્મચારીઓને તેનોલાભ મળશે. કર્મચારી સંગઠનોએ સરકારના આનિર્ણયને આવકાર આપ્યો છે. એમ મનાઇ છે કે સરકારે કર્મચારીઓની નારાજગી દુર કરીને તેમની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો છે

ખેડા જિલ્‍લામાં હોમગાર્ડઝની ચાલુ થયેલ ભરતી :-

ખેડા જિલ્‍લા હોમગાર્ડઝમાં જિલ્‍લામાં જુદા જુદા યુનિટોમાં હોમગાર્ડઝમાં  પુરૂષ અને મહિલા સભ્‍યોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં માતર, ખેડા, હલધરવાસ, લીંબાસી, આતરસુંબા, બાલાસિનોર અને વિરપુર ગામના ૪ કિ.મી. વિસ્‍તારના રહીશ પુરૂષ તેમજ મહિલા હોમગાર્ડઝની ભરતી કરવામાં આવી રહી છે.
        આ ભરતીમાં જોડાવવા ઇચ્‍છુક ઉમેદવારોની લાયકાતમાં ધોરણ ૭(સાત) પાસ કે તેથી વધુ અભ્‍યાસ, ઉં.વ.૧૮ થી ૫૦ વર્ષ સુધી, વજન ૫૦ કિ.ગ્રા. ઉંચાઇ ઓછામાં આછી ૧૬૫ સે.મી. હોવી જરૂરી છે. ઉમેદવારે લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો ઝેરોક્ષ નકલ સાથે તેમજ એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે  નીચે જણાવેલ તારીખ તથા સ્‍થળે ઉપસ્‍થિત રહેવા જિલ્‍લા કમાન્‍ડન્‍ટ શ્રી મહેશ મહેતા, હોમગાર્ડઝ, ખેડા-નડીઆદની યાદીમાં જણાવાયું છે.

ક્રમ
યુનિટનું નામ
રીફટ ભરતીની તારીખ
વાર
ભરતીનું સ્‍થળ
સમય
માતર
૨૧-૫-૧૩
મંગળવાર
એન.સી.પરીખ હાઇસ્‍કુલ, માતર
સવારે ૯.૦૦ કલાકે
ખેડા
૨૨-૫-૧૩
બુધવાર
એચ.એન્‍ડ ડી.પરેખ હાઇસ્‍કુલ, ખેડા
હલધરવાસ
૨૩-૫-૧૩
ગુરૂવાર
પ્રાથમિક શાળા, હલધરવાસ
લીંબાસી
૨૪-૫-૧૩
શુક્રવાર
નવચેતન હાઇસ્‍કુલ,પો.સ્‍ટેશનની સામે, લીંબાસી
આતરસુંબા
૨૫-૫-૧૩
શનિવાર
જે.સી.દાણી હાઇસ્‍કુલ, આતરસુંબા
વિરપુર
૨૯-૫-૧૩
બુધવાર
નદીના સામા કાંઠે, હોમગાર્ડઝ ગ્રાઉન્‍ડ, વિરપુર
બાલાસિનોર
૩૦-૫-૧૩
ગુરૂવાર
જનશાથી ગ્રાઉન્‍ડ તળાવ પાસે, બાલાસિનોર

DOWNLOAD CALL LETTER - SUB REGISTRAR EXAM

SUB REGISTRAR EXAM'S CALL LETTERS ARE AVAILABLE TO DOWNLOAD...

Exam date: 09/06/2013

દેશભરના કરોડો કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળશે


http://vtvgujarati.com/news/provident-fund-pf.jpg મોંઘવારીના મારની વચ્ચે તમારા માટે એક અગત્યના સમાચાર આવી ગયા છે. આવનારા મહિનાઓમાં તમારા પીએફ ખાતામાં આવનારી રકમ વધવાની પૂરેપૂરી શકયતા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) વળતરની નવી પરિભાષા માટે નવેસરથી નોટિફિકેશન રજૂ કરવાની તૈયારીમાં છે.તેના અંતર્ગત પીએફ ફકત બેસિક પગાર અને ડીએના 12% કપાશે નહીં પરંતુ હવે આ પૂરા પગારના આધાર પર કપાશે. જેનાથી સંસ્થા કે કંપનીના પીએફમાં ફાળો વધી જશે. પરંતુ ઔદ્યોગિક જગત ઇપીએફઓની આ નવી પહેલની વિરૂદ્ધ છે. હાલ મોટાભાગની ખાનગી કંપનીઓ ડીએ (ડિયરનેસ એલાઉન્સ) આપતી નથી. ત્યારે મોટાભાગની કંપનીઓ બેસિક પગાર વધાર્યા વગર અન્ય બાબતોમાં પગાર વધારી દે છે. તેના લીધે હજારો કર્મચારીઓના પીએફમાં ફાળો લાંબા સમય સુધી એક જેવો જ રહે છે. આ રીતે કર્મચારીની ટેક્સ સાથે જોડાયેલી જવાબદારી વધી જાય છે, પરંતુ પીએફની રકમ એટલી જ રહે છે.

આ મહિને નાણાંમંત્રાલયે કર્મચારીઓને પીએફ પર 2012-13ના વર્ષ માટે મળનાર વ્યાજ 8.25% થી વધારીને 8.50% કરી દીધું હતું. તેનો સીધો ફાયદો દેશના અંદાજે 5 કરોડ નોકરીયાત (સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી)ને મળી રહ્યો છે. પોતાના શેરહોલ્ડરોને પૂરેપૂરી સગવડ આપવા માટે ઇપીએફઓ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યું છે. તેના અંતર્ગત જ ઇપીએફઓ હવે પોતાના શેરહોલ્ડરોને પેન કાર્ડ પર નોંધાયેલા નંબરના તર્જ પર ઇપીએફઓ દેશભરમાં યુનિક કોડ આપવા જઇ રહ્યું છે. આ યુનિક કોડના અંતર્ગત તમને પીએફ ખાતા સંખ્યા મળશે જે નોકરી બદલવા પર પણ બદલાશે નહીં.

 • સરકારી અને કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર 
 • 5 કરોડ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી શક્યતા 
 • કર્મચારીઓને  પૂરા પગાર પર પ્રોવિડન્ડ ફંડનો લાભ મળવાની શક્યતા  
 • બેઝીક પગારને બદલે પૂરા પગાર પર PFનો લાભ આપવાની તૈયારી  
 • EPF બોર્ડે નોટીફીકેશન જાહેર કર્યુ  
 • બેઝીક પગાર અને DAના 12%નું PF કપાય  
 • પૂરા પગાર પર PF કપાય તો કર્મચારીનો ફંડમાં ફાળો અનેક ગણો વધશે 
 •  કેન્દ્રીય શ્રમ મંત્રાલયે લીલી ઝંડી આપી 

વિદ્યાસહાયકોની ભાવિનો ફેંસલો જુલાઇમાં

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની ફીક્સ પગારથી કરાયેલી નિમણૂંકના મામલે સુપ્રિમ કોર્ટમાં કરાયેલી રીટ અરજીની સુનાવણી આજે હાથ ધરાઇ ત્યારે સુપ્રિમ કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખીને તેની વધુ સુનાવણી જુલાઇ 2013માં રાખવાનો આદેશ આપ્યો હતો. આમ, ફીક્સ પગારથી શિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોના ભવિષ્યનો ફેંસલો જુલાઇ માસમાં જાહેર થાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાસહાયકોની નિમણૂંકને ગુજરાત હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી હતી. તેની સામે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાંઅપીલ કરી હતી. ગઇ વખતની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ફીક્સ પગારથીશિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોની આ નિમણૂંક સામે અનેક પ્રકારના સવાલો પૂંછયાં હતા. આ વિદ્યાસહાયકો ખરેખર તો વિદ્યાના સહાયકો નહી પરંતુ વિદ્યાના શત્રુઓ હોવાનું અવલોકન કર્યું હતું. અને જ્યારે શિક્ષણના અધિકારનો કાયદો અમલ છે ત્યારે કોઇપણ સરકાર સાવ નજીવા વેતનથી એટલે કે 2500 કે 3500 ના ફિક્સ પગારથી શિક્ષકની નિમણૂંક કઈ રીતે કરી શકે તેવો સવાલ પણ કર્યો હતો. તેની સામેરાજ્ય સરકારે વિદ્યાસહાયકોની નિમણૂંક યોગ્ય રીતે અને એક શિક્ષકની જે લાયકાત જોઇએ તે મુજબ થતી હોવાનું જાહેર કર્યું હતું. આજે સૂનાવણી નીકળી ત્યારે સુપ્રિમ કોર્ટે આ કેસમાં યથાવતની સ્થિતિ જાળવી રાખીને જુલાઇ માસમાં વધુ સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરતાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાસહાયકોના ભાવિનો ફેંસલો થશે. GGN NEWS

FIX PAY CASE DETAIL

Braking News :

રાજ્યમાં વિદ્યાસહાયકોની જે સ્થિતિ છે.. તેને યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે આદેશઆપ્યો***** વિદ્યાસહાયકોની યોજના મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાલમાં રાજ્યમાં વિદ્યાસહાયકોની જે સ્થિતિ છે.. તેને યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે વેકેશન બાદ નિર્ણય લેશે. જેમા વિદ્યાસહાયકોની યોગ્યતા અને પગારધોરણ મુદ્દે નિર્ણય લેવાશે. મહત્વનું છે કે વર્ષ 2011માં રાજ્યમાં 13 હજાર વિદ્યાસહાયકોની ભરતી થઈ હતી. જેમાં અનામતની નીતિને પાળવામાં આવી ન હોવાનો આક્ષેપ થયો હતો. બાદમાં હાઈકોર્ટે પણ આ મામલે વિદ્યાસહાયકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો..જ્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમમાંવિદ્યાસહાયકોના પગાર ધોરણને પડકારવામાં આવ્યો હતો."

Gujarat Van Vibhag Recruitment May 2013 (Contract base)

Gujarat vaniki Vikas Pariyojana Phase 2
Forest Department

Rect Notice 1.
Name of Post :
Hisabnish (Accountant) -01
Date Entry Operator(CLerk) - 01
Computer Analyst - 01
Last date of receipt of application is 01/06/2013.
Read Advt :

Rect Notice 2
Walk in Interview for Utility Person(Peon cum Driver)
No of Posts : 02
Walk in date : 31/05/2013
Read Advt Notice :
http://epaper.sandesh.com/c/1124333

આવતીકાલે તા. ૨૭/૦૫/૨૦૧૩ ના રોજ સુપ્રિમમાં વિદ્યાસહાયક કેસ સંદર્ભમાં જો સુપ્રિમ કોર્ટ ભરતી કરવાની છૂટ આપે તો ખૂબજ નજીકના સમયમાં ભરતી ખૂલી શકે છે.  
Ref : Jitubhai  patel

રક્ષા શકિત યુનિવર્સીટી અમદાવાદ દ્વારા આણંદ ખાતે ૨૭ - મે ના રોજ સેમિનાર યોજાશે:-

આણંદ/ખેડા/વડોદરા અને પંચમહાલ જિલ્લાના યુવાનો/વિઘાર્થીઓ/વાલીઓ ભાગ લઇ શકશે:-

  આણંદ ખાતે સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ કેમ્પસ-ભાલેજ રોડ, આણંદ ખાતે ચંચળબા હોલમાં આગામી તા. ૨૭/૫/૨૦૧૩ ના સોમવારે સવારે ૯/૦૦ કલાકે રક્ષાશકિત યુનિવર્સીટી-અમદાવાદ દ્વારા આયોજિત અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારનો હેતું વિઘાર્થીઓએ સંરક્ષણ દળમાં કારકિર્દી અને આંતરીક સુરક્ષા માટે ગુજરાત પોલીસ દળમાં કારકીર્દી થી વાકેફ થાય તે છે.
આ સેમિનારમાં ધો-૧૨ તથા સ્નાતક થયેલા આણંદ/ખેડા/પંચમહાલ અને વડોદરા જિલ્લાના વિઘાર્થીઓ તથા  યુવાનો/વાલીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા રક્ષાશકિત યુનિવર્સીટી, આણંદ સેન્ટરના કો-ઓર્ડીનેટર બી.કે.નાણાવટીએ જણાવ્યું છે.
આ ઉપરાંત વિઘાર્થી મિત્રો શ્રી બી.કે.નાણાવટીના મોબાઇલ નંબર-૯૯૨૪૮ ૩૯૬૧૪ ઉપર સંપર્ક કરી વધુ માર્ગદર્શન મેળવવા જણાવાયું છે.

રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8%નો વધારો

રાજ્ય સરકારના કર્મયોગીઓના મોંઘવારી ભથ્થામાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 1 લી જાન્યુઆરી 2013થી અમલ કરાયો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થુ રોકડમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ મોંઘવારી ભથ્થુ મળતું થશે. ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને હાલમાં મળતું 72 ટકા મોંઘવારી ભથ્થુ વધીને 80 ટકા થશે. જેમાં અંદાજે 4.86 લાખ કર્મચારીઓને તથા સેવામાંથી નિવૃત થયેલા 3.77 લાખ પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 8 ટકાના વધારાનો લાભ મળશે. જેના પરિણામે રાજ્યની તિજોરી પર અંદાજે વાર્ષિક 1036 કરોડ રુપિયાનો વધારાનો નાણાકિય બોજ પડશે.  

Gujarat Eligibility Test 2013 (Gujarat SET) Notification

Gujarat Eligibility Test 2013 (Gujarat SET) Notification:

Important dates:
Starting of Online Application Submission and Fee Collection : 20 - 05 - 2013.

Last day for Fee Collection : 02 - 07 - 2013.

Last Day for Online Application Submission : 03 - 07 - 2013 (midnight 12 O' Clock). 

Last Day for receiving the documents at Gujarat SET office, Vadodara: 06 - 07 - 2013.

Gujarat SET Examination Date : 22 - 09 - 2013


 

Gujarat University T.y bcom,M A 1 Result Declared

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ માટે નિરાશાજનક સમાચાર ( સોર્સ - વી.ટીવી ન્યૂઝ )

1.  વિદ્યાસહાયક  કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી 


2.  સુપ્રિમ કોર્ટે  ફિક્સ પગારવાળી વિદ્યાસહાયક યોજનાની ટીકા કરી. 


3.  શા માટે શિક્ષકોની ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે ?


4.  ભરતીપાત્ર શિક્ષકોની લાયકાત અંગે ખુલાસો કરવા માંગ 


5.  બુધવારે વધુ સુનાવણી. 


6.  એડહોક શિક્ષક મુદ્દે કોર્ટ ખફા. 

7. RTEનો અમલ અસરકારક થતો નથી.

વિદ્યા સહાયકોની ભરતી મુદ્દે મોદી સરકારને સુપ્રિમ કોર્ટ દ્વારા મોટો ઝટકો.


ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત સરકારની વિદ્યા સહાયક સ્કિમ સુપ્રિમ કોર્ટના નિશાના પર છે. કોર્ટે ગુજરાત સરકારની આ સ્કિમ દ્વારા પ્રાઈમરી સ્કૂલોમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા મુદ્દે સખત ટિપ્પણી કરી છે. 

સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે જ્યારે દેશમાં શિક્ષાનો અધિકાર કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. એવામાં સ્કૂલોમાં ફૂલ ટાઈમ એટલે કે કાયમી શિક્ષકોની ભરતી કેમ નથી કરવામાં આવતી. સુપ્રિમ કોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું કે વિદ્યા સહાયક તરીકે ભરતી કરવામાં આવતા શિક્ષક વિદ્યા શત્રૂ વધારે છે. આ મામલામાં કોર્ટે મોદી સરકારને બુધવાર સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.

ગુજરાત શિક્ષક યુનિયન સરકારની વિદ્યા સહાયક સ્કિમ મુદ્દે પહેલા હાઈ કોર્ટમાં ગયું હતું. હાઈ કોર્ટે પણ ગુજરાત સરકારને ઝટકો આપ્યો હતો અને કહ્યું હતું કે વિદ્યા સહાયકોને પહેલા દિવસથી જ શિભકનો પે સ્કેલ આપવામાં આવો જોઈએ. આ ફેંસલા બાદ મોદી સરકાર સુપ્રિમ કોર્ટ ગઈ હતી. આ મુદ્દે સુપ્રિમ કોર્ટે સુનવણી કરતા કહ્યું કે ફક્ત અઢી હજાર સેલરીમાં 
શિક્ષક આખરે કેવી રીતે કામ કરી રહ્યાં છે.?

ગુજકેટનું પરિણામ જાહેર

http://vtvgujarati.com/news/gujcet_result.jpgગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ગુજકેટનું પરિણામ જોઈ શકશે. 9 મેના રોજ યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં 40 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વાલીઓની ફરિયાદને આધારે ગુજકેટના પેપરમાં એક માર્કસની ભૂલ જણાતા બોર્ડ દ્વારા તેને સુધારવામાં આવી હતી. 22 મેના રોજ જે તે જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી શાળાના આચાર્યોને ગુજકેટની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ત્યાર બાદ 23 મેના રોજ વિદ્યાર્થીઓ શાળામાંથી માર્કશીટ મેળવી શકશે. રાજ્યમાં આવેલી યુ જી મેડિકલ-ડેન્ટલ અને પેરા મેડિકલની 8,950 બેઠકોમાં ગુજકેટના આધારે પ્રવેશ આપવામાં આવશે. મેડિકલ-ડેન્ટલ-પેરામેડિકલ બેઠક પ્રવેશ સમિતી દ્વારા આગામી 23 મે થી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

વિદ્યાસહાયક યોજના અંગે સુપ્રીમ ખફા

http://vtvgujarati.com/news/court7.jpg સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની વિદ્યાસહાયક યોજનાની ટીકા કરી છે. રાજ્યની પ્રાથમિકશાળાઓમાં શિક્ષકોની ભરતીના મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યફત કરી છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે, શા માટે શાળાઓમાં ફિકસ પગારથી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, ફિકસ પગારથી ભરતી કરવી એ રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાના મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે પ્રાથમિક શાળાઓમાં ભરતી પ્રાપ્ત શિક્ષકોની લાયકાત અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. આ અરજીની વધુ સુનાવણી બુધવારે હાથ ધરાશે.   

આજે ગુજકેટ નુ ઓનલાઇન પરિણામ

 For Result Click Here
Anganvadi worker - Meghraj Vacancies 
For Advertise Click here

મહેસાણા ખાતે ૧૩ જુલાઇના રોજ એરફોર્સ ભરતી મેળો યોજાશે:-

મહેસાણા ખાતે ૧૩ જુલાઇ ૨૦૧૩ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઇન્ડિય એર ફોર્સ રીક્રુમેન્ટ રેલીનું આયોજન કરેલ છે.ગુજરાતના યુવાનો એરફોર્સમાં જોડાવા ઉત્સાહ બતાવે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat University TY.BA Result Declare 2013

Gujarat university TY.BA Result Declare For Result Click Here

Commissioner of Fisheries Research Assistant Direct Recruitment Selection List

Commissioner of Fisheries Research Assistant (GF_201213_1) Direct Recruitment Selection List:
Click Here

Applications are invited from Eligible Candidates for various positions of Rashtriya Madhyamik Shiksha Abhiyan (RMSA),

Model Schools & Secondary Teachers Training Institute (STTI)

For Detail Click here

MGVCL Vidyut Sahayak (Electrical Assistant) - Jr. Engineer (Electrical & Civil) Admit Card-Call Letter

MGVCL Vidyut Sahayak (Electrical Assistant) - Jr. Engineer (Electrical & Civil) Admit Card-Call Letter
Madhya Gujarat Vij Company Limited

PRINT CALL LETTER FOR VIDYUT SAHAYAK (JR. ENGINEER) - ELECTRICAL
Candidates may download Hall Ticket/ Admit Card by entering Application Number, Email Id &  Date of Birth.
Written Exam Date : 25/05/2013, 11.00am

Sub Registrar Exam - Call letters will be available from 25/05/2013


Download Gujarat Rojgar Samachar (15-05-2013)

Download Gujarat Rojgar Samachar (15-05-2013)Click Here
કમ્‍પ્‍યૂટર કોર્ષની તાલીમ અંગેની અમૂલ્‍ય તક .
               ઔધોગિક સંસ્‍થા તાલીમ, પ્રાંતિજ  ખાતે રોજગાર વાંચ્છુઓ માટે  કમ્‍પ્‍યૂટર બેઝીક કોર્ષનુ વેકેશન કેમ્પ દરમિયાન  આયોજન  કરવામાં આવ્‍યુ છે. આ તાલીમ કોર્ષમાં  અનુસૂચિત જાતિ/જનજાતિ,મહિલા, અપંગ અને બી.પી.એલ ઉમેદવારેને ફી માફ રહેશ. જયારે અન્‍ય ઉમેદવારો માટે રૂ. ૫૦/- ભરવાની રહેશે.  જેમાં ધોરણ- ૫ પાસ, ઉમર- ૧૪ની વય ધરાવતા ઉમેદવારોએ પ્રાંતિજ ઔધોગિક   તાલીમ સંસ્‍થા, (ટે.નં ૦૨૭૭૦- ૨૩૩૩૩૩) ખાતે સંપર્ક કરવો એમ એક  અખબારી યાદીમાં જણાવાયું છે.
ફોરેન લેગ્‍વેજ શીખવાની અમૂલ્‍ય તક .

       ઔધોગિક  તાલીમ સંસ્‍થા, હિંમતનગર અને મોડાસા  ખાતે તારીખ ૧૫/૦૫/૨૦૧૩થી ફોરેન લેંગ્‍વેજ કોર્ષનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં ફ્રેન્‍ચ, રશીયન અને જર્મન એમ ત્રણ ભાષાના ૩ માસના ટૂંકાગાળના કોર્ષનુ આયોજન હાથ ધરાયુ છે. આ કોર્ષમાં પ્રવેશ મેળવવમ ઇચ્‍છતા ઉમેદવારોએ સંસ્‍થા ખાતે રૂબરૂ સંપર્ક સાધી રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે , એમ એક  અખબારી યાદીમાં જણાવાયું છે.

NORTH GUJ UNIVERSITY NOV-DEC 2012 MARCH - JUNE - 2013 RESULT DECLARE .

બિન સત્તાવાર માહિતી મુજબ પ્રાથમિક વિદ્યાસહાયક શિક્ષકોની ભરતી  તારીખ ૨૫/૦૫/૨૦૧૩ પહેલાં બહાર પડવાની સંભાવના વિચારી શકાય તેમ છે. 
info by jitendrabhai patel

GUJCAT ANSWER KEY

DOWNLOAD CALL LETTER FOR PSI INTERVIEW

POLICE SUB INSPECTOR INTERVIEW CALL LETTER IS NOW AVAILABLE TO DOWNLOAD.

ડિપ્લોમાની ૨૨ નવી કોલેજોને મંજૂરી : ૯૨૦૦ બેઠકો વધી.


ધો. ૧૦ પછીના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે પરિણામ જાહેર થાય તે પહેલા જ પ્રવેશ ફોર્મ ભરાવવાની કાર્યવાહી હાથ ધરાઇ તેવી શકયતા છે. દરમિયાનમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ૨૨ નવી ડિપ્લોમા કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે ડિપ્લોમાની ૫૬૯૧૮ બેઠકો વધીને ૬૬૧૧૮ થઇ છે.
 • એમ.એસ. યુનિવર્સિટીની ડિપ્લોમાની કોલેજોની પ્રવેશ કાર્યવાહી સમિતિ કરશે
 • નાની કડી, પેથાપુર અને રાજકોટમાં ત્રણ નવી પોલીટેકનિકને મંજૂરી
દિનપ્રતિદિન સ્કીલ બેઝ્ડ એજ્યુકેશનની માંગમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓનું વલણ પણ આ પ્રકારના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા તરફ વધ્યુ છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ એજ્યુકેશન દ્વારા રાજયમાં ડિપ્લોમાની ૧૯ કોલેજોને મંજૂરી મળી છે. જેથી ૯૨૦૦ બેઠકો વધતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાની તક વધી છે. ૧૯ કોલેજો પૈકી મહેસાણાના નાની કડી ખાતે, ગાંધીનગરના પેથાપુર અને રાજકોટમાં એક એમ કુલ ત્રણ પોલીટેકનિક કોલેજનો સમાવેશ થાય છે. ત્રણ સ્વનિર્ભર ડિપ્લોમા કોલેજોને મંજૂરી અપાઇ છે. ડિગ્રી ઇજનેરીની ૧૬ કોલેજોમાં બીજીપાળીમાં ૧૬ ડિપ્લોમા કોલેજોને મંજૂરી અપાઇ છે. એમ.એસ. યુનિવર્સિટી સંચાલિત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ કોલેજની પ્રવેશ કાર્યવાહી અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા હાથ ધરાતી હતીડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા હાથ ધરાશે. ૨૨ કોલેજોમાં ૯૨૦૦ બેઠકો વધતા ડિપ્લોમાની ૬૬૧૧૮ બેઠકો થઇ છે. ગયા વર્ષ સુધી ડિપ્લોમાની ૧૦૨ કોલેજોમાં ૫૬૯૧૮ બેઠકો હતી.

મેડિકલ યુજી-પીજી પ્રવેશની 'નીટ': આજે ચુકાદાની શકયતા.


ધો. ૧૨ સાયન્સ પછીના એમબીબીએસ-ડેન્ટલ અને એમબીબીએસ પછીના પી.જી.મેડિકલ અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન પ્રવેશ મેળવવા માટે કેન્દ્રિય માનવ વિકાસ સંશાધન મંત્રાલય દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે 'નીટ' દાખલ કરવામાં આવી છે. આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવાશે તેવી જાહેરાત કરાઇ હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રિમકોર્ટમાં પડકારાઇ હતી. આ માટે આશરે ૩૦૦ રીટ કરાઇ હતી. જે સંદર્ભે આવતીકાલે તા. ૧૩મીએ બપોરે ૨ કલાક આસપાસ અંતિમ ચુકાદો જાહેર કરાઇ તેવી શકયતા છે. આ ચુકાદાથી એ સ્પષ્ટ થશે કે વિદ્યાર્થીઓને પ્રવેશ નીટના આધારે મળશે કે રાજય સ્તરે લેવાયેલી પ્રવેશ પરીક્ષાના આધારે મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નીટના વિકલ્પ સ્વરૂપે ગુજકેટ લેવામાં આવી છે.
info by sandesh news


ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર,સૌથી હાઈએસ્ટ પાટણનું પરિણામ .


આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું, જેની સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉત્સુકતાનો અંત આવ્યો હતો. આજે શિક્ષણ પ્રધાને પરિણામ જાહેર કર્યું હતું.  ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લામાં અને સૌથી ઓછું પરિણામ ડાંગ જિલ્લામાં નોંધાયું હતું.  1,13,933 વિદ્યાર્થિઓએ સાયન્સની પરીક્ષા આપી હતી, જેમાંથી 1,05,418 વિદ્યાર્થિઓ પાસ થયાં છે. ગુજરાતી માધ્યમની શાળાઓનું પરિણામ 91.18 ટકા નોંધાયું છે અને અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરિણામ 96.76 ટકા નોંધાયું છે. 10.787 ટકા વિદ્યાર્થિઓ JEEમાં પાસ થયાં છે. રાજ્યનું કુલ પરિણામ 92.53 ટકા નોંધાયું છે.

 • છોકરીઓનું પરિણામ 92.12 ટકા
 • છોકરાઓનું પરિણામ 92.74 ટકા
 • રાજ્યની 297 શાળાઓનું 100 ટકા પરિણામ
 • A ગ્રુપનું પરિણામ 94.10 ટકા
 • B ગ્રુપનું પરિણામ 88.10 ટકા
 • AB ગ્રુપનું પરિણામ 89.06 ટકા 

રાજ્યવાર પરિણામ જાણવા નીચે વાંચો...

ધોરણ ૧૨ SCIENCE પરિણામ બુકલેટ.

ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણવા નીચેની લિંક પર ક્લીક કરો.

ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણવા નીચેની લિંક પર ક્લીક કરો.